- આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 % રહેશે અનામત
- આર્થિક રીતે નબળા વર્ગને નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં મળશે અનામત
- 2019માં સૌપ્રથમ ગુજરાત રાજ્યે કર્યો હતો અમલ
- સવર્ણ વર્ગ કે જેમની કૌટુંબીક વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે તેને મળશે લાભ
મોદી સરકાર દ્વારા 2019માં EWS અનામત માટેનો કાયદો 2019માં સંસદમાં બહુમતીના જોરે પસાર કરાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને સુપ્રિમમાં પડકારવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા પરિવારને, 10 % અનામત આપવામાં આવ્યું હતું.
આ અનામત નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં હશે. જે કુટુંબની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે તેમને લાભ મળશે. આજે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવતા આરક્ષણ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ EWS નાં 10 ટકા અનામત પર પોતાની મહોર મારી દીધી છે.
- આ જજો દ્વારા કરવામાં આવ્યું સમર્થન
જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWS અનામતનું સમર્થન કર્યું હતું.
તેમને જોવાનું હતું કે EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરૂદ્ધ છે કે નહિ. તેમણે કહ્યું કે EWS ક્વોટા બંધારણનું ઉલ્લંઘન નથી અને અનામત યોગ્ય છે.