હાલમાં ખૂબ વિવાદીત બનેલ, નૂપુર શર્મા(Nupur Sharma) નિવેદન કેસમાં, નૂપુરે ભારતનાં ઉચ્ચતમ ન્યાયાલયમાં(Hight Court) એક અરજ-(પીટીશન) આપેલ હતી જેમાં તેણીએ પોતાની ઉપર દેશભરમાં અલગ અલગ સ્થળો એ થયેલ ફરિયાદો, FIRની સુપ્રીમ-કોર્ટ(Supreme Court) મા એક જ સાથે સુનાવણી કરવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટની પેનલ-જજોની ટીમના બે ન્યાયાધીશોએ નૂપુરની આ માગણીને ફગાવી દીધી, અને તે ઉપરાંત ટિપ્પણી કરી હતી. નુપુરનાં નિવેદનને તેમણે દેશની સુરક્ષા સામે ખતરો ગણાવ્યો.
ઉચ્ચતમ અદાલતના ન્યાયાધિશાઓની આ ટિપ્પણી સામે દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે. લગભગ 117 બુદ્ધિજીવી ભારતીય નાગરિકો, 25 જેટલા પૂર્વ-લશ્કરી અધિકારીઓ, નિવૃત હાઈકોર્ટના જજ, CBI ડાયરેક્ટર તેમજ નિવૃત સેનાના અધિકારીઓ એ સહી કરી. ઉચ્ચતમ ન્યાયાલયના CJI-ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને, ખુલ્લો પત્ર લખી સંયુક્ત રજુઆત કરતાં જણાવ્યું કે, આ રીતે નૂપુરની અરજને ફગાવવી, તે એક કમનસીબ અને ન્યાયના મૂળભૂત સિધાંતો જોગવાઈઓ થી વિરુદ્ધ છે. જેનો તેઓ સવિનય વિરોધ કરે છે. આ બાબતે ફેર વિચારણા થવી જરૂરી છે, તેવો સુર નીકળે છે.