ગઈકાલે રાત્રે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ પાદરામાં આવેલ ગોવિંદપુરા વિસ્તારમાં એક સામાજિક પ્રસંગ ગોઠવવામાં આવ્યો હતો.
આ પ્રસંગમાં ભેગા થયેલ 120 લોકોને પ્રસંગનું ખાવાનું ખાઈને તરત જ ફૂડ પોઈઝનીંગ થયું હતું.
ભોજન લીધા બાદ વારાફરતી કેટલાંક લોકોની તબિયત લથડવા લાગી હતી. એટલે તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનીંગ નો કેસ નોંધાતા લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી.
60 પેશન્ટ ને આઉટડોર ટ્રીટમેન્ટ આપીને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. બીજા 22 પેશન્ટને ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, અને બીજા છ પેશન્ટને જીવન જ્યોત હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલે લોકોના સ્વજનો દોડી આવ્યા હતા.
હાલ તેમની ઇન્ડોર સારવાર ચાલી રહી છે. કોઈપણ ગંભીર કેસ દાખલ થયો નથી. પ્રસંગમાં હાજર લોકોના કહેવા મુજબ બધાએ ખીર ખાધી હતી જેના કારણે આટલી મોટી સંખ્યામાં લોકો બીમારીનો ભોગ બન્યા છે. જો કે કોઈની પણ હાલત વધારે ગંભીર થઈ નથી અને તરત જ સારવાર મળવાને કારણે બધા જ લોકોની તબિયત સાચવી લેવામાં આવી છે.
હાલ ડોક્ટર બધાને સાજા કરી રજા આપવાની તૈયારીમાં છે.
એક જ પ્રસંગ માં મોટી સંખ્યામાં ફૂડ પોઇઝનિંગ ના કેસ દાખલ થતા તમામ વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.
સાથે જ પેશન્ટને પણ શીફ્ટીંગમાં કે કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સદનસીબે આ ઘટનામાં એક પણ દર્દીનું મોત થયુ નથી.