આજરોજ વિશ્વામિત્રી બ્રિજ (Vishwamitri Bridge) પર કોર્પોરેશનની કચરાની ગાડીમાં સાઈડમાં લટકાવામાં આવતાં મોટા પોટલાં ચાલુ ગાડી પરથી પડી જતાં ગાડી અચાનક ઉભી કરી દેતાં અકસ્માત સર્જાયો હતો.
આજરોજ બપોરના સમયમાં વિશ્વામિત્રી બ્રિજ પર કોર્પોરેશનની કચરાની ગાડી જતી હતી.
તે દરમ્યાન પાછળ મોટા 2 પોટલા લટકતાં હતાં તેમાંથી એક પડી જતાં કોર્પોરેશનની ગાડી વાળાએ અચાનક બ્રેક મારતાં પાછળ આવતી 4 ગાડીઓ એક બીજા સાથે અથડાતાં અક્સ્માત (Accident) સર્જાયો હતો.
સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કોપોરેશનની જે કચરા ગાડીઓ છે તે આખા વડોદરામાં આવી રીતે ફરે છે.
મોટા મોટા પોટલાં લટકતાં હોય છે કોર્પોરેશનને (VMC) તેમની સામે પગલાં લેવાં જોઈએ. આજે પાછળ ગાડીઓ હતી કોઈ 2 વ્હીલરવાળો હોત તો કેટલું નુકશાન થાત. આવી ઘટનાઓની જવાબદારી કોની?
For more news click on Netafy-News Vadodara.