વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિનની ઉજવણીને લઇ વડોદરા શહેર સંગઠન દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા.
શહેરના મહાત્માગાંધી ગૃહ ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીકિરીટસિંહ રાણાની વિશેષ હાજરીમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગંગાસ્વરુપ સહાય યોજનાના, જેમાં વિધવા બહેનોને સહાયતા તથા ઉજ્જવલા યોજના અંતર્ગત જરૂરિયાતમંદ બહેનોને ગેસ અને સઘડીનું નિઃશુલ્ક વિતરણ તથા કોરોનાકાળમા માતા-પિતા ગુમાવનાર બાળકોને આર્થિક સહાયતા તેમજ શિક્ષણ સહાયતા આપવામાં આવી.
કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. જેમાં સાંસદશ્રી રંજનબેન ભટ્ટ, જીલ્લા કલેકટર આર.બી.બારડ, પૂર્વ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્યો શ્રીમતી સીમાબેન મોહિલે, જીતેન્દ્ર સુખડીયા તેમજ મ્યુનિ. કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ, મેયર કેયૂર રોકડીયા તથા મ્યુનિ.કાઉન્સિલરો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
To know more information download Netafy App