કારમાં જતા એકલા વ્યક્તિ કે એકજ પરિવારના સભ્યોને માસ્કમાંથી મુક્તિ હવે મળવી જોઈએ
શું માસ્કનો કાયદો જનતા માટે જ છે?માત્ર આમ જનતા માટે જ છે?
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા મુજબ જ્યારે મોટાભાગના લોકોનું વેક્સીનેશન થઈ ગયું છે, અને કોરોના ની પકડ પણ ઢીલી થઈ રહી છે, ત્યારે કાર માં સવાર એકલી વ્યક્તિ કે એકજ પરિવારના સભ્યોને માસ્ક માંથી હવે સરકારે મુક્તિ આપવી જોઈએ. જ્યારે એક જ પરિવારના સભ્યો એક જ ઘરમાં માસ્ક વગર રહી શકે તો એક જ કારમાં માસ્ક વગર કેમ ન રહી શકે?
રાજકીય મેળાવડા, રેલીઓમાં જ્યારે રાજકીય પાર્ટીના હજારો કાર્યકર તૂટી પડે છે ત્યારે તંત્ર અને પોલીસ મૌન થઈ જાય છે. પરંતુ જ્યારે કોઈ સામાન્ય નગરજન નો માસ્ક નાકની સહેજ નીચે સરકી જાય છે ત્યારે તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળો પર માસ્ક પહેરીને ફરે તે જરૂરી છે પરંતુ પોતાની બંધ કારમાં માસ્ક પેરી ને બેસે તેમાં કોઈ લોજિક જણાતું નથી.
Submit your local area issue online to your corporator. Download Netafy App