ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગાંધીનગર મનપાની ચૂંટણી રવિવારે યોજાઈ હતી જેના આજે પરિણામો સામે આવ્યા જેમા ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી.
– ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 11 વોર્ડની 44 બેઠકમાંથી 41 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો. જ્યારે કોંગ્રેસને 2 અને આપ પાર્ટીને 1 બેઠક મળી.
-રાજકોટ-જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત. શિવરાજપૂર અને સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા.
– ડાકોર પાલિકા પેટા ચૂંટણી પરિણામ, વોર્ડ 1 અને 4માં અપક્ષ ઉમેદવારની જીત થઇ. જ્યારે વોર્ડ 6માં ભાજપના ઉમેદવારની જીત થઇ.
To know more information Download Netafy App