વડાપ્રધાનને મળેલા મોમેન્ટો અને ભેટ સોગાદોની યોજાઈ ઓનલાઇન હરાજી
આ કાર્યક્રમ દ્વારા શહેર ભાજપ દ્વારા ૬૮ લાખ રૂપિયાનાં ૪૩ મોમેંન્ટોની ખરીદી કરાઈ
હરાજી થકી ઉપજેલા અંદાજે કુલ ૧.૫ કરોડ રૂપિયાનો ઉપયોગ “નમામિ ગંગે” પ્રોજેક્ટમાં થશે
ભાજપા વડોદરા શહેર સંગઠનના અર્થિક સેલના CA કુણાલ બ્રહ્મભટ્ટ (સંયોજક), તેજસ દેસાઈ(સહ સંયોજક) તથા વ્યાપાર સેલ ના જીગ્નેશ શાહ (સંયોજક) તથા હર્ષ બ્રહ્મભટ્ટ (સહ સંયોજક) દ્વારા વડાપ્રધાનને મળેલા મોમેંન્ટો અને સોગાદોની ઓનલાઇન હરાજી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં અંદાજે 100 જેટલા લોકો એ ભાગ લીધો હતો.
ઉપસ્થિત અગ્રણી ઓ એ 80 જેટલા મોમેન્ટો માટે બોલી લગાવી હતી. જે અંદાજીત 1.50 કરોડ રુપિયા ની થઈ હતી .જેમા સૌથી વધુ કિમંત નુ મોમેન્ટો શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ એ 1લાખ 9 હજાર ની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ફોટો ફ્રેમ નો સમાવેશ થાય છે. સાંસદ રંજનબેન ભટ્ટ એ 29000 ની શોલ ખરીદી હતી. ક્રેડાઈ ગૃપ ના પરિતેશ શાહ એ 55000 ની ફોટો ફ્રેમ તથા સી એ અભિષેક નાગોરી એ 71000 ની સીબીઆઈ દ્રારા અપાયેલ ફોટો ફ્રેમ ખરીદી હતી
To know your corporator download Netafy App