પયગંબર સાહેબના પ્રાક્ટ્ય પર્વે શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિજય શાહની (BJP Leader Dr. Vijaybhai Shah) ઉપસ્થિતિમાં મુસ્લિમ ભાઈ- બહેનો ભાજપમાં જોડાયા
રાષ્ટ્રને વરેલી એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ ખભે ખભા મિલાવીને કામ કરશે એવી અમને શ્રદ્ધા છે: ડૉ. વિજય શાહ, ભાજપ અધ્યક્ષ, વડોદરા
વડોદરા શહેર બીજેપીના લઘુમતી મોરચા દ્વારા શહેરની મધ્યમાં આવેલા વોર્ડ 5 માં આવેલ મદીના મસ્જિદ તથા એકતાનગર વિસ્તારમાં ઈદે મિલાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમો બીજેપીમાં જોડાયા.
કાર્યક્રમમાં લઘુમતી મોરચાના પ્રમુખ અઝીઝભાઈ અને તેમની ટીમના મહામંત્રી અઝગર અલી સહિતના અન્ય આગેવાનો તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ (Standing Committee Chairman Dr. Hitendrabhai Patel) અને અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા.
To know more information download Netafy App