શહેરના સર્વાંગી વિકાસ માટે ભાવિ આયોજન તેમજ અદ્યતન સુવિધાઓ પુરી પાડવા અંગેની રૂપરેખા તૈયાર કરી
50 બેડની હોસ્પિટલ, આર્ટ ગેલેરી, મિકેનિકલ પાર્કિંગ, અકોટા સ્ટેડિયમનું રીનોવેશન, રેઇન વોટર રિચાર્જ, સ્માર્ટ રોડ, 75 અર્બન ફોરેસ્ટ સહિતના કામો કરવા અંગે ચર્ચા કરવામાં આવી.
વર્ષ 2022-23 ના બજેટ અંતર્ગત મેયર કેયુર રોકડીયા એ વિવિધ વિભાગો સાથે બેઠક યોજી. (Vadodara Mayor Keyurbhai Rokadia arranged meetings for 2022-2023 budget)
વડોદરાના સર્વાંગી વિકાસ માટે ભાવિ આયોજન તેમજ અદ્યતન સુવિધાઓ પુરી પાડવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. જે અંતર્ગત શહેરમાં 50 બેડની હોસ્પિટલ, આર્ટ ગેલેરી, મિકેનિકલ પાર્કિંગ, અકોટા સ્ટેડિયમનું રીનોવેશન, રેઇન વોટર રિચાર્જ, 6 સ્માર્ટ રોડ, 75 અર્બન ફોરેસ્ટ સહિતના કામો કરવા અંગે ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલ, ડે. કમિશ્નરો, આસિસ્ટન્ટ કમિશ્નરો, સીટી એન્જીનીયર, વિભાગોના એચઓડી, વોર્ડ ઓફિસરો સહીત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલ, ડે. મેયર નંદાબેન જોષી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.