ભ્રષ્ટાચારની જાણ થતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Ranjendra Trivedi) કચેરીમાં દરોડો પડી બોલાવ્યો સપાટો, તમામ કર્મચારીઓની કરી નાખી બદલી
અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમા થતો ભ્રષ્ટાચાર સામે આવતા રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન કડક એક્શન લેવાના મૂડ છે. હાઈકોર્ટ વકીલના આક્ષેપો બાદ રાજેન્દ્ર ત્રિવેદી (Ranjendra Trivedi) જાતે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચી તમામ અધિકારીઑના પૂછપરછ કરી હતી. કાર્યવાહીના ભાગરૂપે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસના તમામ કર્મચારીઓની બદલીના આદેશ આપી સાંજ સુધીમાં તમામને બદલી ના ઓર્ડર આપી દેવામાં આવ્યા.