ઝીમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષના દર્દીમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન ઓમિક્રોન જણાયો. (Corona new variant Omicron found in 72 year old patient came from Zimbabwe to Jamnagar)
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો
– થાક લાગવો
– નાક બંધ રહેવું
– શરીરમાં દુઃખાવો
– ખૂબ વધારે તાવ
– માથામાં ખુબ જ દુખાવો
– સ્વાદ અને ગંધ ન આવવી
જામનગરનાં કોરોના વાયરસના દર્દીનો રિપોર્ટ તપાસ અર્થે પૂણે મોકલવામાં આવ્યો હતો જેમાં દર્દી ઓમિક્રોન વેરિયન્ટથી પીડિત હોવાનું બહાર આવ્યું.
આ દર્દી ઝીમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો.
આ વ્યક્તિ વિશે તંત્રને જાણ થતાં ઘરનાં તમામ 10 સભ્યોનો તાત્કાલિક કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.
ટ્રાવેલ હિસ્ટ્રી મુજબ 87 જેટલા લોકો આ વ્યક્તિની સંપર્કમાં આવ્યા હતા તેમજ ચાર વ્યક્તિ પ્રવાસમાં સાથે જ હતા.
તે તમામના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા.