મેયરશ્રીના વોર્ડમાં જ 3 ગાયો રસ્તા વચ્ચે બાખડતાં સામેથી આવતી ઇકો કાર પલટી મારી ગઈ, કારમા સવાર 4 વ્યક્તિઓનો સદ્દભાગ્યે બચ્યો જીવ
શું શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન માત્ર વાતો જ છે?
વડોદરામાં ગોરવા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટમાં (Satyam apartment in Gorwa area in Vadodara) રહેતા અજય પરમાર, પિતા જીવરાજ પરમાર, માતા હંસા પરમાર તથા ડ્રાઈવર ઈકો કારમાં સવાર હતા જેમનો સવારના 5 વાગ્યે રસ્તા વચ્ચે રખડતી ગાયોના કારણે અકસ્માત સર્જાયો.
આખી ગાડી પલટી મારી જતા આખો પરિવાર ગાડીની અંદર દબાઈ ગયો હતો. સદ્નસીબે તમામ ને બચાવી લેવાયા હતા.
જવાહરનગર પોલીસે સમગ્ર તાપસ હાથ ધરી.
ઢોર મુક્ત વડોદરાની વાતો કરતુ તંત્ર નિર્દોષ નાગરિકોના જીવ જશે ત્યારે જ જાગશે કે શું?