ગોત્રી, વુડા દીનદયાલ નગરની (Gotri, Vuda Deendayal) પાછળના મેદાનમાં ભારે દુર્ગંધ આવતી હોવાનો સ્થાનિક રહીશોની ફરિયાદ
ફરિયાદને પગલે વોર્ડ.9 ના કાર્યરત યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે (Shrirang Ayre youth councilor of Ward-4) દ્વારા દુર્ગંધ મારતા કચરાનું નિરાકરણ કરવામાં આવ્યું
બીજી તરફ તંત્ર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોમાં વ્યસ્ત
ગોત્રી વુડા દીનદયાલ નગરની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં પ્રાઇવેટ કોન્ટ્રાકટરો તથા કોર્પોરેશનના જે કામો થાય છે તેનો વેસ્ટ મેદાનમાં નાખવામાં આવે છે.
એકત્ર થતા કચરાના ઢગલાના કારણે ભારે દુર્ગંધ આવતી હોવાનો સ્થાનિક રહીશોએ યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરેને રજુઆત કરી.
જેને પગલે શ્રીરંગ આયરે દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ કચરો ખાલી કરવા આવતી ટ્રકોના નંબર પણ નોંધી લેવામાં આવ્યા જેથી તેમની પર કાયદેસરની કાર્યવાહી કરી શકાય.