પાણીની લાઈનમાં વારંવાર ભંગાણની ફરિયાદો અને રજુઆત છતાં નિકાલ આવતો નથી
લાખો લીટર પાણીનો વ્યય થતા રોડ- રસ્તા પણ ડેમેજ થાય છે છતાંય તંત્ર જાગતું નથી: વીરેન રામી, AAP નેતા (Viren Rami,AAP Leader)
વડોદરાના ગોરવા વિસ્તારમાં દશામાઁ ના મંદિર ખાતે આવેલી ચોકડી પાસે અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા આમ આદમી પાર્ટીએ પૂજા- અર્ચના કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
AAP નેતા વીરેન રામીએ જણાવ્યું કે વિસ્તારના રહીશો હેરાન થઇ રહ્યા છે, તેમની ફરિયાદને આધારે વારંવારની રજૂઆતો છતાંય તંત્ર યોગ્ય નિકાલ લાવતું નથી.