બેસણામાં સ્થાનિક કાઉન્સિલરો, રાજકીય હોદ્દેદારો, પરિજનો તથા માલધારી સમાજના આગેવાનોએ હાજર રહી મૃતકને શ્રદ્ધાંજલિ
પાઠવી ગુનેગારોને ફાંસીની સજા ફટકારવા માંગ કરી
ધંધુકા ખાતે માલધારી સમાજના (At Dhandhuka, Maldhari community young man Kishan’s well-planned murder) આશાસ્પદ યુવક કિશનની સુનિયોજિત ષડયંત્રના ભાગ રૂપે હત્યા કરવામાં આવી હતી. જેને જોતા સમગ્ર રાજ્યભરના હિંદૂ સંગઠનો તથા માલધારી સમાજમાં અત્યંત દુઃખની લાગણી સાથે આક્રોશ વ્યાપેલો છે.
ઘટનાના વિરોધમાં યુવકના સાસરી પક્ષ વડોદરામાં ખોડિયારનગર સ્થિત શિવસાગર સોસાયટીમાં તેમના સસરા જેસીંગભાઈ મોતીભાઈ ભરવાડ દ્વારા સાસરી પક્ષનું
બેસણું યોજવામાં આવ્યું. મોટી સંખ્યામાં પરિવારજનોએ હાજર રહી યુવકને શ્રદ્ધાંજલિ પાઠવી ગુનેગારોને કડકમાં કડક સજા કરવા માંગ કરી.
બેસણામાં સ્થાનિક કાઉન્સિલરો વિનોદ ભરવાડ (Local Councilors Vinod Bharwad, અજિત દધિચ (Ajit dadhiya), શહેર મહામંત્રી રાકેશ સેવક (Rakesh Sevak), કેતન ભ્રમભટ્ટ (Ketan Bhrambhatt), કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અનિલ પરમાર (Anil Parmar), મુકેશગિરી બાપુ (Mukeshgiri Bapu), મિલનભાઈ (Milanbhai), રાષ્ટ્રીય યુવા હિન્દૂ વાહિની વડોદરા જિલ્લાના અધ્યક્ષ સહીતના રાજકીય આગેવાનો અને મહાનુભાવોએ હાજર રહી મૃતકની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી તેમજ ગુનેગારોને ફાંસીની સજા આપવા માંગ કરી.