ખોડિયારનગર વિસ્તારમાં ચામુંડાનગરના (Khodiyar Nagar area Chamunda nagar) વિવિધ કાચા- પાકા દબાણોનો જેસીબીથી સફાયો
ફાયર બ્રિગેડ, દબાણ શાખાની ટિમ સહીત પોલીસનો કાફલો તૈનાત (Demolition by VMC)
વડોદરા મહાનગર પાલિકાની ટીમે ખોડિયારનગર વિસ્તારમાં ચામુંડાનગરના વિવિધ કાચા- પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી.
મોટા પ્રમાણમાં દબાણો વધી જતા ફરિયાદના આધારે વડોદરા પાલિકા દ્વારા નોટિસ આપી દબાણો હટાવવાની ચેતવણી આપવામાં આવી હતી જે અંતર્ગત કેટલાય પરપ્રાંતીય રહીશોએ જાતે જ દબાણો હટાવ્યા હતા.
બાકી રહેલા દબાણો હટાવવા 4 જેસીબી, ફાયર બ્રિગેડ, દબાણ શાખાની ટિમ સહીત પોલીસનો કાફલો દબાણો હટાવવા આવી પહોંચ્યો હતો.