વિપક્ષી નેતા અમી રાવતની (Opposition leader Amiben Ravat) રજુઆત બાદ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલે ( Standing Committee chairman Dr.hitendrabhai Patel visited Ajwa nature park and zoo) કર્યું નિરીક્ષણ
આજવા વિસ્તારમાં આવેલ સફારીપાર્કને (Ajwa Safari park) વર્ષો પેહલા આકાર આપવામાં આવ્યો હતો, અને નિર્માણ બાદ 15 દિવસો માટે નિઃશુલ્ક ખોલવામાં આવ્યો હતો.
આ સફારીપાર્કનાં તે સમયે ખુબ વખાણ થયા હતા પરંતુ પાલિકા દ્વારા અગમ્ય કારણોસર પાર્કને તાળા મારી દેવામાં આવ્યા હતા.
પાલિકાની સભામાં વિપક્ષના નેતા અમી રાવતે પાર્કનો મુદ્દો ઉઠાવ્યા બાદ આજ રોજ સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે આજવા પહોંચ્યા અને બંધ પડેલા સાફરીપાર્કને પુનઃજીવિત કરવાના પ્રયાસો હાથે ધર્યા.
ડૉ. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે આ પાર્ક પ્રાકૃતિક રીતે બનેલું છે અને તેમાં શાકાહારી પ્રાણીઓને રાખવાનો વિષય અમલમાં લીધો છે.