વિપક્ષ નેતા અમી રાવતનો (Opposition leader Amiben Ravat) આક્ષેપ કે ભાજપનાં નેતા અને બિલ્ડર્સનાં લાભ માટે કરોડોનો ભ્રષ્ટાચાર
છાણીના નિર્જન રવિ શિખર (Chani area road) વિસ્તારમાં રાતોરાત બનેલ રોડને લઈને વિસ્તારનાં નગરસેવકોનો આરોપ હતો કે ભાજપના નેતા સહિત બિલ્ડરોને લાભ કરાવવા રાતોરાત આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
વિપક્ષ નેતા અમી (Opposition leader Amiben Ravat) રાવતે મામલાની વિજિલન્સ તપાસની માંગ કરતા કહ્યું કે કોર્પોરેશન પાસે શહેરનાં અનેક એવા વિસ્તારો જેમાં લોકો વર્ષો થી રહે છે અને રોડ માટે કકળાટ અને રજૂઆત કરતા હોય છે, તેમાં રોડ બનાવવા માટે પૈસા નથી, છતાંય જ્યાં વિકાસ થયો નથી ત્યાં રોડ બનાવવામાં આવે છે.
શ્રીમતી અમી રાવતે સવાલ ઉભો કર્યો કે જુના એપ્રુવ્ડ રોડને કૅન્સલ કરી આવા નિર્જન વિસ્તારમાં રોડ કેમ બનાવવામાં આવ્યો. તેમનો આક્ષેપ છે કે આ રોડ બનાવવામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. તેમણે જણાવ્યું કે આ રોડનો વર્ક ઓર્ડર આપતા પહેલા તેની સભા અથવા સ્થાયી સમિતિમાં મંજૂરી થયેલ નથી અને ભવિષ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ માટે તેને તોડવાનો ખર્ચો પણ થશે.
મેયર કેયુર રોકડીયા અને ચેરમેન હિતેન્દ્ર પટેલની ભૂમિકા પર સવાલ ઉઠાવતા અમી રાવતે કહ્યું કે તેઓની જાણ બહાર આટલા મોટા રોડનું કામ થઇ જાય તો વહીવટ કરવાનો તેઓનો અધિકાર નથી.
મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું કે આ બાબતની તલસ્પર્શી તપાસ સિટી એન્જીનીઅર દ્વારા થશે. પ્રાથમિક માહિતી અનુસાર આ રોડ ગતવર્ષના બજેટમાંથી બન્યો હતો. બે દિવસ પૂર્વે, ચેરમેન હિતેન્દ્ર પટેલે રોડને વિકાસના કામો હેઠળ ગણાવ્યો હતો.