રાજકીય સરઘસો અને જાહેર કાર્યક્રમોમાં બિન્દાસ માસ્ક વગર ફરી શકાય તો નિયમ માત્ર આમ પ્રજાજનો માટે જ કેમ? એકજ ઘરમાં જો સભ્યો માસ્ક વગર રહી શકે તો એક જ કારમાં કેમ નહિ?
નવા કોરોનાવાયરસ કેસોમાં તીવ્ર ઘટાડા બાદ, ગુજરાત સરકારે (The Gujarat government has decided to lift the night curfew in Vadodara, Ahmedabad cities as Covid-19 cases drop) અમદાવાદ અને વડોદરા શહેરોમાં આજ રોજથી નાઇટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ ગુજરાતનાં એકમાત્ર એવા બે શહેરો હતા જ્યાં અત્યાર સુધી મધ્યરાત્રિ 12 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં હતો.
જાહેર સ્થળોએ ફેસ માસ્ક અને સામાજિક અંતર ફરજિયાત રહેશે. પરંતુ જાહેર સ્થળોની વ્યાખ્યામાં ખાનગી વાહનો પણ ક્યાં સુધી ગણવામાં આવશે? કારચાલકોની ફરિયાદ છે કે ગાડીમાં એકલા હોવા છતાંય તેમને માસ્ક પહેરવાનો કોઈ સારો તર્ક નથી, અને રૂ. 1000નો દંડ બિનજરૂરી છે.
નિષ્ણાતોનું માનવું છે કે પોતાની કારમાં એકલા અથવા તમારા ઘરના કોઈની સાથે હોવામાં ઓછું જોખમ હોય છે. તેઓનાં અભિપ્રાયમાં કારપૂલ કરતી વખતે અથવા કોઈની સાથે વાતચીત કરવા માટે વિન્ડો ખોલતી વખતે માસ્ક પહેરવું હિતાવહ છે.
નવી માર્ગદર્શિકા મુજબ, લગ્ન સહિતના તમામ પ્રકારના ધાર્મિક, શૈક્ષણિક, રાજકીય અને સામાજિક કાર્યો 75% ક્ષમતા સાથે ખુલ્લા સ્થળોમાં અને 50% ક્ષમતા સાથે બંધ જગ્યાઓમાં યોજી શકાય છે. તેમજ દુકાનદારો અને તેમના કર્મચારીઓએ એન્ટિ-કોરોનાવાયરસ રસીના બે ડોઝ લેવાનું ફરજિયાત છે.