રોકાણકારો માટે ફરી એક વાર માઠા સમાચાર, 2021માં કોવિડ-19નાં કારણે સમિટ થઇ હતી રદ્દ
તાજેતરના આંતરરાષ્ટ્રીય સંજોગોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આજ રોજ 2022ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને રદ્દ કરવાનો મોટો નિર્ણય લીધો. તેમજ ગાંધીનગરમાં 10થી 14 માર્ચ તરીકે યોજાનાર ડિફેન્સ એક્સ્પો પણ મુલતવી રાખવામાં આવ્યો. (The Gujarat Government today took a big decision to cancel the 2022 Vibrant Gujarat Global Summit)
સમિટની 10મી આવૃત્તિ શરૂઆતમાં 10 થી 12 જાન્યુઆરીની વચ્ચે નક્કી કરવામાં આવી હતી. જો કે, સમગ્ર રાજ્યમાં કોવિડ-19 કેસમાં થયેલા વધારાની સમીક્ષા કરી ગુજરાત સરકારે ઓમિક્રોનના ફેલાવાને રોકવા અને નાગરિકોના હિતમાં સમિટને મુલતવી રાખી હતી.
રશિયા, મોઝામ્બિક, મોરેશિયસ, નેપાળ અને સ્લોવેનિયાના વડાઓ જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવાના હતા. સરકારે 26 દેશો સાથે ભાગીદારી કરી હતી અને 139 એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુબઈ, દિલ્હી અને મુંબઈમાં રોડ શો પણ કર્યા હતા.