Menu Close

વડોદરામાં આકાર લેવા જઈ રહું છે અમદાવાદ જેવું સાયન્સ સિટી

Science city is coming in vadodara city

– ગાંધીનગરનું સાયન્સ સિટી વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર
– વડોદરા માં ૭ થી ૮ એકર જમીનમાં ગુજરાતમાં બીજા સાયન્સ સિટીની સ્થાપના રૂપિયા ૧૦૦ કરોડનાં ખર્ચે કરાશે

મહેસૂલ અને કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જળ સંચય અભિયાન નો પ્રારંભ કરાવતા આજવા ખાતે આપી વિગત

અમદાવાદ – ગાંધીનગરનું સાયન્સ સિટી વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત સરકાર હવે વડોદરામાં ૭ થી ૮ એકર જમીનમાં ગુજરાતમાં બીજા સાયન્સ સિટીની સ્થાપના રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે તેવી જાણકારી મહેસૂલ અને કાયદા મંત્રી  શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જળ સંચય અભિયાન નો પ્રારંભ કરાવતા આજવા ખાતે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે,વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અભિરુચિ વધે અને કલામ સાહેબ જેવા સર્વોચ્ચ વૈજ્ઞાનિકોનાં ઘડતરને વેગ મળે તે માટે મેં વડોદરામાં બીજી સાયન્સ સિટી બનાવવાનું સૂચન કર્યું હતું.જેનો સ્વીકાર થયો છે.આ ભેટ આપવા માટે હું વડોદરા વતી મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારનો આભાર માનું છું એમ તેમણે જણાવ્યું હતું.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *