વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર (Prashant Kishore) ગુજરાત કોંગ્રેસમાં પદ કે પૈસા વિના કામ કરવા તૈયાર
શું પ્રશાંત કિશોર ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન અટકાવી શકશે?
ચૂંટણીમાં (Election-2022) વ્યૂહરચના ઘડનાર પ્રશાંત કિશોર હવે ગુજરાત કોંગ્રેસના (Congress) રણનીતિકાર બને તેવી શક્યતા છે. અસ્તાચળ ભણી જતી ગુજરાત કોંગ્રેસને પુન: બેઠી કરવા માટે કોંગ્રેસે પ્રશાંત કિશોરની (Prashant Kishore) મદદ લેવા મન બનાવ્યું છે તેમજ પ્રશાંત કિશોરે પણ ગુજરાત કોંગ્રેસમાં કામ કરવા રસ દાખવ્યો છે. આ મુદ્દે હાઇકમાન્ડમાં પાર્ટીઓનો દોર શરુ થઇ ચુક્યો છે. આગામી દિવસોમાં પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસના રણનીતિકારના રૂપમાં જોઈ શકાય.
પિશ્ચિમ બંગાળમાં ભાજપને તૃણમુલ કોંગ્રેસના (West Bengal Trinamul Congress chief Mamata Banerjee) વડા મમતા બેનરજીએ એકલા હાથે હાર આપી અપસેટ સર્જયો હતો જેમાં ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરની (Prashant Kishore) ભૂમિકા અગત્યની રહી હતી.
Read Latest Vadodara News.