Menu Close

સિંધરોટ પાસે બની રહેલા પાણી પ્રોજેક્ટના બ્રિજનો હિસ્સો કડડભૂસ

water-project-bridge-span-collapse-near-sindhroat-netafy-news

પિલર પર બ્રિજનો છેલ્લો સ્પાન મૂકવાની કામગીરી સમયે ક્રેનમાંથી સ્પાન છટકી નીચે પડ્યો

30 ફૂટ ઊંચા પંપ હાઉસ પરથી પટકાતા 2 કામદાર ઘાયલ, કોન્ટ્રાક્ટરને નોટિસ અપાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમૃત યોજના હેઠળ સિંધરોટથી શહેરના દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર માટે મહીનદીમાં ઇન્ટેક વેલ બનાવી 150 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે 19 કિમી લાંબી ટ્રાન્સમિશન લાઇન રૂ.165 કરોડના ખર્ચે શહેર સુધી પહોંચાડવામાં આવશે. (Vadodara Municipal Corporation) હાલ ચાલી રહેલી પાણી-પુરવઠાની કામગીરી દરમિયાન ઇન્ટેકવેલ સાથે પાઇપ લાઇન જોડવા ઊભા કરાતા બ્રિજ પરનો સ્પાન તૂટીને નીચે પડતા બે મજૂર ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ( Bridge collapsed  Intakewell during ongoing water supply operations)

પ્રોજેક્ટની કામગીરી કરી રહેલ ક્રિષ્ણા અને રાજકમલ બિલ્ડર્સ તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. (Action will be taken against Krishna, Rajkamal builders)

 

For more news click on Netafy News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *