CNGના ભાવ વધારાના લીધે, રિક્ષા ચાલકો અને પ્રજા ઉપર અસહ્ય ભાવનો માર
2500 પોસ્ટકાર્ડ ઉપર રિક્ષા ચાલકોના હસ્તાક્ષર લેવામાં આવશે (2500-Postcard sing by Auto Rickshaw drivers)
પોસ્ટકાર્ડ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને મોકલવામાં આવશે (Postcard given to-Narendra Modi)
છેલ્લા ઘણા સમયથી સમાજમાં મોંઘવારીનો દોર ચાલી રહ્યો છે, એવા સમયે આમ આદમી પાર્ટીના વડોદરાના કાર્યકર્તાઓ આજે રિક્ષા ચાલકોને સહાય કરવા (AAP party supporting-Auto Rickshaw drivers) અને એમનો અવાજ બનવા સમાજની સામે આવ્યા છે. CNG ના ભાવ વધારા ના કારણે રિક્ષા ચાલકોને ગુજરાન કરવું કપરું થઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટ કાર્ડ ઝુંબેશ ચાલવામાં આવી છે જેના અંતર્ગત 2500 રિક્ષા ચાલકોના પોસ્ટકાર્ડ ઉપર હસ્તાક્ષર લેવામાં આવશે. આ બધાજ પોસ્ટ કાર્ડ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવશે. આ ઝુંબેશ દ્વારા પ્રજા ઉપર અસહ્ય ભાવનો માર ન થાય, રીક્ષા ચાલકોને સબસિડી મળે, અને CNGના ભાવમાં ઘટાડો કરવા માટેનો સંદેશ પ્રધાનમંત્રી ને કરવામાં આવશે.
Read Latest Vadodara News.