Menu Close

Gujarat Goverment Organise Students Assembly: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં યોજાશે યુવા સાંસદ

Big decision taken by gujarat goverment to organise vidhansabha students will sit on position of MLA and CM and Leaders

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં યોજાશે યુવા સાંસદ

– વિદ્યાર્થીઓનું એક દિવસીય વિધાનસભા સત્ર યોજાશે
– વિધાનસભામાં 182 ધારાસભ્યની જગ્યાએ વિદ્યાર્થીઓ બેસશે
– જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે આ સત્ર
– ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા યુવાઓની પસંદગી કરવામાં આવશે

વિદ્યાર્થીઓને રાજકારણ તેમજ લોકશાહી પ્રથાથી નજીક લાવવાનો નવતર પ્રયોગ

ગુજરાતનાં પ્રથમ મહિલા અધ્યક્ષ નિમાબેન આચાર્યના (Under the leadership of Nimaben Acharya, who became first woman speaker of Gujarat assembly) અધ્યક્ષસ્થાને ગુજરાત વિધાનસભા નવતર પ્રયોગ થકી અનોખી  સિદ્ધિ મેળવશે.

આવનાર જુલાઈ મહિનામાં ગુજરાત વિધાનસભા ખાતે એક દિવસીય વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવશે જેમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બેસશે.

આ અંગેના આયોજનની સત્તાવાર મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

રાજ્યની વિવિધ જગ્યાઓ પરથી ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા યુવાઓ માટે યુવા સાંસદનું આયોજન કરવામાં આવશે.

જેમાંથી એક વિદ્યાર્થીને મુખ્યમંત્રી બનાવાશે, એકને વિપક્ષનો નેતા બનાવાશે તથા એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે અને બાકીના 179 વિદ્યાર્થીઓ ધારાસભ્ય તરીકેની ભૂમિકા ભજવશે. (Students will sit in place of 179 MLAs for a day in the assembly, CM-Opposition leaders will also be students)

આ વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ પણ થશે, જેમાં ધારાસભ્ય તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો પણ પૂછશે.

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *