ભાવનગર- હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ સેવા શરૂ કરવાની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની (Mansukh Mandvia) મહત્વની જાહેરાત
– મુસાફરો અને વાહનો લઇ જવાની ક્ષમતા બમણી થશે જેથી વેપારીઓને ઘણી રાહત મળશે.
– વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં જ હજીરાથી આ જહાજને લીલી ઝંડી આપશે.
ગુજરાતના ભાવનગર અને હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ સેવા શરૂ કરવામાં આવશે (Ro-Pax service between Bhavnagar and Hazira) જે અંગેની જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ટૂંક સમયમાં જ હજીરાથી આ જહાજનું પ્રસ્થાન કરાવશે. આ સેવાથી ભવનગર સહિતના આજુબાજુના સ્થાનિકોની સુવિધામાં વધારો થશે.
રો-પેક્ષ સેવા શરૂ થયા બાદ મુસાફરોની સંખ્યા તેમજ વાહનો અને માલ- સામાન લઇ જવાની ક્ષમતા બમણી થશે. ઉપરાંત આ સેવાથી વેપારીઓને ઘણી રાહત મળી રહેશે.
For more news click on Netafy-News Vadodara