વાસણા ભાયલી વિસ્તારમાં (Bhayali-Vasna road) અબોલ જીવોની બલી ચઢે એ પેહલા જ જીવદયા પ્રેમીઓની (Jivdaya Charitable Trust) ટીમ ત્રાટકી.
જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે, વાસણા ભાયલી વિસ્તારનાં સ્મશાન પાસે આવેલ ડેડા તલાવડી (Deda Talavadi) પાસે અંદાજીત 30 થી 40 બકરાઓની બલી ચઢાવામાં આવી રહી છે.
ત્યાં અબોલ જીવોની બલી ચઢે એ પેહલા જ જીવદયા પ્રેમીઓની ટીમ પહોંચી ગઈ હતી અને તેમને બચાવી લેવામાં આવ્યાં હતાં.
આ વાતની જાણ થતાં વડોદરા ગ્રામ્ય, ગોત્રી,જેપી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પરંતુ અંધશ્રદ્ધામાં રાજતાં સ્થાનિકો દ્વારા જીવદયા પ્રેમીઓ અને પોલીસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો.
અંધારામાં પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ હતી.
પોલીસ દ્વારા પથ્થરમારો કરનાર તત્વોની શોધખોળ શરૂ કરી પાંચથી વધુની અટકાયત કરવામાં આવી હતી.
For more news click on Netafy-News Vadodara.