વડોદરા મહાનગર પાલિકા (VMC) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરની આજવા ટાંકી વિસ્તારમાં જૂની LT પેનલ બોર્ડ બદલીને નવીન LT પેનલ બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી તારીખ 7 જૂન 2022 ને મંગળવારે પાણી વિતરણ કરાયાં બાદ શરૂ કરવામાં આવશે. (Water cut in Ajwa)
જેનાં લીધે મંગળવાર સાંજે અને તારીખ 8 જૂન બુધવાર સવારે પાણી વિતરણ કરવામાં નહીં આવે.
બુધવારે LT પેનલની કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે ઓછા પ્રેશર અને ઓછા સમય માટે ટાઈમ કરતાં મોડું પાણી વિતરણ કરવામાં આવશે.
Follow Netafy News & Stay updated with vadodara local news.