Menu Close

Demonstration Through Placards On Awareness Of Various Government Schemes By BJP Yuva Morcha: ભાજપ યુવામોર્ચા દ્વારા વિવિધ સરકારી યોજનાની જાગૃતિ અંગે પ્લેકાર્ડ દ્વારા પ્રદર્શન

Demonstration through placards on awareness of various government schemes by BJP Yuva Morcha netafy news

વડોદરા શહેર ભાજપનાં યુવા મોરચાનાં પ્રમુખ પાર્થ પુરોહિત (Vadodara BJP Youth President Parth Purohit) દ્વારા આજે વોર્ડ નંબર 7 માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં (PM Narendra Modi)  8 વર્ષનાં સુશાસનની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીનાં ભાગરૂપે વિવિધ સરકારી યોજનાઓની જાણકારી, પ્રજાજનો સુધી પહોંચી રહે તે હેતુ થી પ્લે કાર્ડ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતાં પાર્ટીએ 8 વર્ષ પૂર્ણ કરેલ છે.

તે દરમ્યાન દેશની જનતા માટે તેમના દ્વારા જન કલ્યાણ હેતુથી વિવિધ સરકારી યોજનાઓ બહાર પડવામાં આવી છે, તે બધી યોજનાઓ વિષે પ્રજાજનોને જાણકારી મળે અને તેઓ આ બધી યોજનાઓનો લાભ લઈ શકે, તે માટે આજે વોર્ડ નંબર 7 યુવા મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

તેમાં વડોદરા શહેર ભાજપનાં યુવા મોરચાનાં પ્રમુખ પાર્થ પુરોહિતનાં નેતૃત્વમાં કારેલીબાગ પાણી ટાંકી પાસે પ્લે કાર્ડ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રજાજનોને સરકારી યોજનાઓની જાણ થાય અને લાભ લઈ શકે એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વડોદરા શહેરનાં યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત, વોર્ડ નંબર 7 નાં પ્રમુખ ગૌરવ દેશાઈ, પાર્થ જોષી અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.


For more news click on Netafy-News Vadodara.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *