સ્લોટર હાઉસની (Slaughter House) પાછળ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, ત્રસ્ત રહીશો દ્વારા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને (Senior leader of opposition Chandrakant Shrivastav) રજૂઆત કરાતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં.
આ મામલે પૂર્વ વિપક્ષી નેતા અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સ્લોટર હાઉસની પાછળ રહેતાં સ્થાનિકોની હાલત ખુબજ દયનીય છે.
તેઓ છેલ્લા 30 વર્ષથી સ્લોટર હાઉસ મુદ્દે તંત્ર સામે લડત લડી રહ્યાં છે.
ત્યાં મરેલા ઢોરનાં હાડકાની તસ્કરી કરવામાં આવે છે.
ચોમાસામાં પાણી ભરાતા મૃત પશુઓ અને હાડકા તણાઈને તેમનાં ઘરમાં જાય છે.
તેઓએ આક્ષેપો કર્યા કે, પાલિકા રહીશોના બાળકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે.
પ્રધાનમંત્રીના આગમન માટે શહેરમાં કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે, તો પછી રહીશો માટે પૈસા ખર્ચ કેમ નથી કરવામાં આવતાં.
વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસમાં સ્થાનિક રહીશોને સાથે રાખી મોરચા સ્વરૂપે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી 67(3) C હેઠળ તાત્કાલિક કામગીરી હાથ ધરવાની માંગ કરવામાં આવશે.
For more news click on Netafy-News Vadodara.