વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડોદરામાં વિકાસનાં નામે અનેક કામો મંજૂર થવા માંડ્યા છે. અનેક વિસ્તારોમાં ડામરના રોડ પર કારપેટીંગ કરી કરી નવા બનાવવામાં આવ્યા છે.
જોડે જોડે આસપાસના ડીવાઈડરનાં કર્બિંગ સ્ટોન અને પેવર બ્લોક બદલવાનો ખેલ પણ શરૂ કરવામાં આવ્યો છે.
નવા બ્લોક નખાય એમાં કોઈને વાંધો ન હોય, પરંતુ જૂના ચાલે એવા બ્લોક જે ફરી વપરાશમાં લઈ શકાય, તેમને પણ કાઢી ને જો કચરામાં ફેંકી દેવામાં આવે તો? આવું જ કઈ આજે નજરે ચડ્યું જોવા મળ્યું. નવલખી મેદાન (Navlakhi Ground) માંથી આવા અઢળક રી-યુઝ થઈ શકે એવા બ્લોક મળી આવ્યા હતા.
જે કચરાના ઢગલામાં નાખી દેવામાં આવ્યા હતા. આ જૂના નીકાળવામાં આવતા બ્લોકનું કોઈ રજિસ્ટર જાળવવું જોઈએ, જેથી કરી આવા બ્લોકનો રેકોર્ડ રહે. તેની રી-સેલ વેલ્યુ મળી રહે અને ફરી ઉપયોગમાં પણ લઈ શકાય.
આ મામલે વિપક્ષી નેતા અમીબેન રાવત (Opposittion leader Amiben Ravat) દ્વારા પાલિકા પર આક્ષેપો કરવામાં આવ્યાં હતાં કે, નવાં પેવર બ્લોક અને પથ્થરો પાલિકા દ્વારા લગાવવામાં આવે છે, પરંતુ જૂનાં પેવર બ્લોક ચાલે એવાં હોય તો પણ કચરામાં નાખી દેવામાં આવે છે. આનાથી પાલિકા દ્વારા જનતાનાં પૈસાનો બગાડ કરવામાં આવી રહ્યો છે.
આ સંદર્ભે સ્થાયી સમિતિનાં ચેરમેન ડો. હિતેન્દ્રભાઇ પટેલે જણાવ્યું (Standing Committee Chairman Dr. Hitendrabhai Patel) હતું કે, પેવર બ્લોક અને પથ્થરો જે અકોટા બ્રિજનાં દક્ષિણ ખૂણામાં ઠાલવવામાં આવ્યા છે, તે કોના દ્વારા ઠાલવવામાં આવ્યા છે? પાલિકા કે અન્ય દ્વારા તેની તપાસ કરાવવામાં આવશે. પાલિકા દ્વારા જેમને ઈજારો આપવામાં આવ્યો છે તેમની પણ પૂછતાછ કરવામાં આવશે.
ડમ્પિંગ યાર્ડમાં જે પેવર બ્લોક અને પથ્થરો છે, તેનો ફરી યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તેની તકેદારી સાથે કામ કરાવામાં આવશે.
For more updates follow Netafy.