ભારત દેશ માટે અભદ્ર ટીપ્પણી કરનાર હાસ્ય કલાકાર વીર દાસનો (Indian Comedian Vir Das) વડોદરા કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાં આજે વડોદરાનાં યુટ્યૂબર શુભમ મિશ્રા (Youtuber Shubham Mishra) દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી.
વડોદરાનાં યુટ્યૂબર શુભમ મિશ્રાએ જણાવ્યું હતું કે, વડોદરા એક કલાનગરીની સાથે સાથે સંસ્કારી નગરી પણ છે. આવા ભારત દેશમાં રહી અને ભારત દેશ નું અપમાન કરવા વાળા વીર દાસને ક્યારે પણ વડોદરામાં પ્રવેશ આપવામાં ન આવે.
માનનીય ક્લેક્ટર શ્રીને જણાવવાનું કે,
આગામી 17 તારીખે હાસ્ય કલાકાર વીર દાસ (Indian Comedian Vir Das Controversy) વડોદરા શહેરનાં અકોટા વિસ્તારમાં આવેલ સરસયાજી રાવ નગરગૃહમાં આવી રહ્યા છે. જે રીતે વિદેશમાં થોડાં સમય પહેલાં વીર દાસ દ્વારા ભારત દેશ માટે અભદ્ર શબ્દો અને દેશને બદનામ કરવાની ટિપ્પણી કરવામાં આવી હતી. તે બદલ વીર દાસને વડોદરામાં પ્રવેશ આપવામાં ન આવે અને તેનો પ્રોગ્રામ કેન્સલ કરે તેવી માંગ સાથે કલેક્ટરને શ્રીને વિનંતી કરવામાં આવી હતી.
For more news click on Netafy-News Vadodara.