આગામી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાની મુલાકાતે (PM Narendra Modi) આવવાનાં હોવાથી પોલીસ (Police Department) અને પાલિકા તંત્ર (VMC) દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, થંડર સ્ટ્રોમના કારણે વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. ત્યારે તંત્ર માટે આ એક પડકાર સમાન છે.
18 જૂને વડાપ્રધાન પહેલાં પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ વડોદરામાં લેપ્રેસી મેદાન (Vadodara Leprosy Ground) ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ નારી શક્તિ સંમેલન યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી મહિલાઓ સાથે વડાપ્રધાન સંવાદ પણ કરશે.
વડોદરા શહેરમાં આજવા રોડ, લેપ્રેસી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ભાઈ મોદી સભાને સંબોધવાનાં છે. જેના માટે 2,10,798 સ્કવેર ફૂટ જગ્યામાં સભા માટે R&V વિભાગ દ્વારા સ્ટેજ અને 7 ડોમ ઉભા કરવામાં આવ્યાં છે.
એક ડોમમાં 80 હજાર લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા કરાય છે. ત્યાં જર્મન ડોમ બનાવવામાં આવ્યાં છે. જર્મન ડોમની વિશેષતા એ છે કે, જર્મન બનાવટનો ડોમ તેના મજબૂત ફાઉન્ડેશનના કારણે જાણીતો છે. ફાઉન્ડેશનમાં ડોમને જકડી રાખવા માટે બોલ્ટ લગાવાય છે.
100 કીમિમાં, 7 ડોમ લગાવવામાં આવ્યાં, તેની લંબાઈ 550 મીટર, 270 મીટર પહોળાઈ, 6 મીટરની ઉંચાઈ, 3500 લાઈટ, 3500 પંખા, 300 કુલર, 80 ટન AC અને 100 LED સ્ક્રીન લગાડવામાં આવી છે.
આજવા બાયપાસ સુધીના રોડ પર 20 જગ્યાં પર 25 થી 100 વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, 18 જૂનના રોજ વડોદરા શહેરમાં થંડર સ્ટ્રોમ ના કારણે વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. જે તંત્ર માટે કસોટીરૂપ બની રહેશે.
For more news click on Netafy-News Vadodara.