8મી જૂને વડોદરામાં યોજાનાર વડાપ્રધાન મોદીનો રોડ શો રદ, PMOમાંથી ન મળી મંજૂરી. (PM Narendra Modi road show cancelled)
એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી સાડા પાંચ કિ.મીનો રોડ શો યોજાવાનો હતો પરંતુ સુરક્ષાના કારણોસર પ્રધાનમંત્રી કાર્યલયમાંથી મંજૂરી ન મળતા રોડ શો રદ કરાયો
વડાપ્રધાન મોદી હવે પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી સીધા લેપ્રસિ મેદાન ખાતે સભા સંબોધશે
આગામી 18મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વડોદરા આવવાના છે જે દરમિયાન તેઓ પાંચ કિલોમીટર લાંબો રોડ શો કરવાના હતા.
જે હવે રદ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કાર્યલયમાંથી મંજૂરી ન મળતા રોડ શો રદ કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે હાલોલના પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી સીધા લેપ્રસિ મેદાન ખાતે સભા કરશે. દેશમાં એક તરફ આતંકવાદી હુમલાની ધમકીઓ આવી રહી છે તો બીજી તરફ દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ કારણોસર રોડ શો રદ કરવામાં આવ્યો હોઈ શકે. જોકે આ અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
વડાપ્રધાન એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજવાના હતા અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના હતા. આ પ્રસંગે પાંચ લાખથી વધુ લોકો રોડ શો અને સભા દરમિયાન ઉપસ્થિત રહેવાના હતા. જે અંતર્ગત વડોદરા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
શહેરના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર સમારકામ, વૃક્ષોને રંગ રોગાન અને સજાવટ થઇ રહી છે.
તેમજ ભાજપના નેતાઓના તથા ગેરકાયદે હોર્ડિંગ્સ મળીને કુલ 208 જેટલા હોર્ડિંગ્સ પણ ઉતારી લેવામાં આવ્યા છે.
Follow Netafy News & Stay updated with vadodara local news.