આજરોજ વડોદરા શહેરમાં વર્લ્ડ MSME દિવસની ઉજવણીનો(MSME Day Celebration in Vadodara) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, સી આર પાટીલે(C R Patil) નિવેદન આપતાં જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતનાં MSME ઉદ્યોગોનાં વિવિધ સંગઠનોએ વડાપ્રધાન મોદીને(PM Modi) એક બાંહેધરી પત્ર મોકલ્યો હતો. આ પત્ર દ્વારા અગ્નિવીરો બેરોજગાર ન બેસી રહે અને નોકરી મળી રહે તે અંગેની બાંહેધરી આપવામાં આવી હતી.
આ બાંહેધરી પત્ર સી આર પાટીલ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.
વડોદરા ઉદ્યોગોનો આ પ્રયાસ સમગ્ર દેશના અન્ય ઉદ્યોગોને પ્રરણા આપે એવો છે.
3000 અગ્નિવીરોની ખાલી જગ્યા સામે 30 હાજર થી વધુ યુવાનોની અરજી આવી હતી.
VCCI (Vadodara Chamber of Commerce Industries) થી પ્રેરણા લઇ દેશનાં અન્ય સંગઠનોએ પણ યોજનામાં સહભાગી થવા આગળ આવું જોઈએ.