Menu Close

Labor committee gave application to make all employees permanent -સંયુક્ત કામદાર સમિતિ દ્વારા કર્મચારીઓને કાયમી કરવાના પ્રશ્ને આવેદન

આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત કામદાર સમિતિ(Labor committee) અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વડોદરા જિલ્લા સેવા સદન કચેરી ખાતે, વર્ષ ૨૦/૦૬/૨૦૨૨ના રોજ જાહેર કરેલ પરિપત્ર અંતર્ગત સરકારના નાયબ કમિશ્નર મ્યુનિસિપાલટી એડમિનીસ્ટેશનને જાહેર કરેલા પરિપત્રના વિરદ્ધમાં આવેદનપત્ર આપી તંત્ર સમક્ષ રજુઆત કરી હતી કે, જે સફાઈકર્મચારી હંગામી ધોરણે કામ કરી રહ્યા છે એ તમામ કર્મચારીઓને કાયમી કરો.
તમામ કામદારોના આગેવાનો એ જણાવ્યું કે, હંગામી ધોરણે(temporary base) કામ કરી રહેલા કર્મચારીઓને આવનાર સમયમાં લેવામાં આવશે નહિ અને નવી ભરતી કરવામાં આવશે! તેથી આ તમામ કામદાર આગેવાનોને કાયમી કરો.
આવેદનપત્ર(application) આપવા આવેલા સફાઈ કામદારો અને કામદાર આગેવાનોએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *