Menu Close

Kshama Bindu Sologamy Resulted Into Punishment – આત્મવિવાહ કરનાર ક્ષમાબિંદુ નોકરી સાથે વડોદરા પણ છોડશે

લગ્ન કરવા માટે બે વ્યક્તિની જરૂર પડે, પરંતુ વડોદરાની એક યુવતીએ કોઈ યુવક સાથે નહિ, પરંતુ પોતાની જાત સાથે આત્મવિવાહ(selfmarriage) કરવાનો નિર્ણય કર્યો અને હાલમાં જ તે પ્રમાણે ઈચ્છા મુજબ અમલ પણ કર્યો. આ આત્મવિવાહ(selfmarriage)માં તેણે નજીકના કેટલાક સગા અને મિત્રોને પણ આમંત્રિત કર્યા.
હવે આ રીતે લગ્ન કરવાની ખુશી ક્ષમા બિંદુની લાંબી ટકી નથી. સમાજ હજી પણ આવા પગલાંને સ્વીકારવા તૈયાર નથી. ક્ષમાનો વિરોધ થયો અને પોતે જ્યાં ભાડાના મકાનમાં રહેતી હતી, તે મકાન ખાલી કરવાની ફરજ પડી તથા તેણે પોતાની નોકરી પણ છોડી દેવાનો નિર્ણય લીધો છે. વડોદરા શહેર છોડવા હવે તે મજબૂર થઇ ગઈ છે.
ક્ષમા બિંદુ આત્મવિવાહ(selfmarriage) કરીને જે પરિસ્થિતિમાં મુકાઈ ગઈ, તે અંગે સમાજમાં પણ અલગ અલગ મત હોઈ શકે. હાલ તો ક્ષમા બિંદુએ 1 મહિના માટે વડોદરા શહેર છોડવાનો તથા બીજે ક્યાંક જવાનો નિર્ણય કર્યો છે, એવું જાણવા મળે છે. ક્યાં રહેવા જશે, તે અંગે કોઈ માહિતી આપતી નથી. શું એક માસમાં પરિસ્થિતિ બદલાઈ જશે? લોકો તેણી નવી જીવનશૈલીને સ્વીકારી લેશે કે કેમ! તે જોવાનું રહ્યું.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *