વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં લગભગ દરેક વિષય ઉપર જ્ઞાન અપાય છે. જેમાં હવે હિન્દુ સંસ્કૃતિ તથા ગ્રંથો ઉપર અપાશે જાણકારી.
M.S. યુનિવર્સીટી ચાલું વર્ષે એક નવો અભ્યાસક્રમ દાખલ કરવા જઈ રહી છે. જેમાં હિન્દુ સંસ્કૃતિના ગ્રંથો ઉપર બી.એ. કરી શકાશે. તેમજ એમ.એ. ના સિલેબસમાં પણ શરૂ કરશે હિન્દુ સ્ટડીઝની જાણકારીનો કોર્સ. આ કોર્સ બે વર્ષના રહશે. હાલ 60 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળા વર્ગો શરૂ કરાશે. જે ‘સેલ્ફ ફાઇનાન્સ'(Self Finance)ના ધોરણે રહશે.
બી.એ. તથા એમ.એ. બંનેયના અભ્યાસક્રમોમાં મુખ્યત્વે વેદ, ઉપનિષદની જાણકારી, રામાયણ તેમજ મહાભારત જેવા મહાન હિન્દુ ગ્રંથો તથા ભગવદ્દ ગીતા ઉપર પણ જ્ઞાન મળશે. તે સિવાય યોગ, નાટ્યશાસ્ત્ર, ભારતીયકલા, જૈન અને બૌધ્ધ પરંપરાઓનું જ્ઞાન અપાશે. તેવી જાહેરાત M.S.U એ કરી છે.
આ હિન્દુ સ્ટડીઝના કોર્સ શરૂ કરવાનો હેતુ યુવાનોને ભવ્ય હિન્દુ સંસ્કૃતિ અંગે અવગત કરાવાનો છે. હાલના ભારતના સામાજિક ધર્મલક્ષી વાતાવરણમાં પ્રાચીન ધરોહર- હિન્દુ ગ્રંથો અંગે જાણકારી જરૂરી બની છે.