ગણેશોત્સવ(Ganeshotsav) દરમિયાન CM ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) દ્વારા ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.
વડોદરા(Vadodara) શહેરના તમામ ભક્તો ગણેશોત્સવની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. એ સમય દરમ્યાન CMના આદેશ મળતા જ લોકોમાં આનંદનો માહોલ સર્જાઈ ઉઠ્યો છે.
ગત વર્ષે કોરોના દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈમાં ઘણા નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા. જેમ કે, શેરીમાં તેમજ પંડાલમાં ઊંચામાં ઊંચી 4 ફૂટ જેટલી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી. અને ઘરોમાં ઊંચામાં ઊંચી 2 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત થયેલ હતી, જે આ વર્ષે દૂર કરવામાં આવી છે.
તેથી જ શહેરીજનો અને એમાં પણ મોટા મોટા ગણેશ મંડળોએ ઉંચામાં ઊંચી ગણેશ મૂર્તિની સ્થાપના માટેની તૈયારી ચાલું કરેલ હોઈ, એમ જણાય રહ્યું છે.