સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને 2017માં કોર્ટની અવમાનનામાં દોષી જાહેર કર્યા
4 મહિનાની જેલ સજા તેમજ ₹2000નો દંડ ફાટકર્યો
દંડ ન ભરે તો વધુ 2 મહિનાની કેદ
ઉપરાંત 4 સપ્તાહમાં વિદેશમાં ટ્રાન્સફર કરેલ 40 મિલિયન ડોલર પરત ચૂકવવાનો આદેશ
સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં ચાલી રહેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay Mallya)ના કેસનો મળ્યો ચુકાદો.
જાણવામાં આવ્યું છે કે, વિજય માલ્યા 2017માં કોર્ટની અવમાનનામાં દોષી સાબિત થયા હતા, તેમજ આ મામલે સજા પણ સંભળાવવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે એવું પણ જણાયું હતું કે, જો તમામ દંડ સમયસર નહિ ભરાઈ તો 2 મહિના(2 Month)ની વધારાની સજા થશે, એ સિવાય આપેલ 4 હપ્તામાં વિદેશી ટ્રાન્સફર(Transfer) કરવામાં આવેલ 40 મિલિયન ડોલર(Million Dollars) ચૂકવવાના રહેશે. આવો કડક આદેશ પણ આપવામાં આવ્યો હતો.
છતાં કોઈ કારણોસર વિજય માલ્યા થી ચુકવણી ન થતા કોર્ટે તેઓને ₹2000નો દંડ ફટકાર્યો તેમજ 4 મહિનાની જેલની સજા સંભળાવી.