ગત દિન બુધવારે કેનેડાના (Canada) ટોરન્ટોમાં(Toronto) આવેલ રિચમન્ડ હિલમાં(Richmond Hill) એક હિંદુ મંદિરમાં(Hindu Temple) મહાત્મા ગાંધીની(Mahatma Gandhi) મોટી પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી.
આ અંગે હેટ ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ યોર્ક(York) પ્રાદેશિક પોલીસના જણાવ્યા અનુસાર, યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુના વિસ્તારમાં વિષ્ણુ મંદિરમાં(Vishnu Temple) પાંચ મીટર ઊંચી પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. અને યોર્ક પ્રાદેશિક પોલીસના પ્રવક્તા એમી બૌડ્રેઉએ(Boudreau) એવું પણ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિએ “બળાત્કારી”(Rapist) અને “ખાલિસ્તાન” સહિત “ગ્રાફિક શબ્દો”(Graphic Word) વડે પ્રતિમાને ખંડિત કરી હતી. તેમજ “જે લોકો જાતિ, રાષ્ટ્રીય અથવા વંશીય મૂળ, ભાષા, રંગ, ધર્મ, ઉંમર, લિંગ, લિંગ ઓળખ, લિંગ અભિવ્યક્તિના આધારે અન્ય લોકો ભોગ બને છે તેઓ સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.”
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ(Consulate General) અને ઓટાવામાં(Ottawa) ભારતના હાઈ કમિશન બંનેએ ટ્વિટર પર આ ઘટના અંગે નિંદા કરી હતી. બંનેએ જણાવ્યું હતું કે, તેઓએ ગુના અંગે કેનેડિયન અધિકારીઓનો સંપર્ક કર્યો છે. આ અપરાધને કારણે ભારતીય સમુદાયમાં(Indian Community) ચિંતા અને અસુરક્ષામાં વધારો થયો છે.