કોંગ્રેસનું સંગઠન ગુજરાત માંથી પકડ ગુમાવી રહ્યું છે અને રહેલા સહેલા ધારાસભ્યો પણ હવે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે.
આજે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાના સમર્થકો લઈ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.
મોહનસિંહ રાઠવા આદિવાસી સમાજના મોટાં નેતા છે. 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવાનો રેકોર્ડ ધરાવે છે.
તેમના દ્વારા ચૂંટણી નહિ લડવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે એકાએક કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું ધરી દેતા કોંગ્રેસ નેતાઓને પણ આઘાત લાગ્યો હતો.
સુખરામ રાઠવાને વિરોધ પક્ષના નેતા બનાવતા મોહનસિંહ રાઠવા નારાજ ચાલી રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની નજર ઘણા વખતથી આદિવાસી મતો પર રહેલી છે. તેના જ ભાગરૂપે આ આખું પ્રકરણ ઘડાયું હોવાની ચર્ચા છે.થોડા સમય અગાઉ જ ભાજપનાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તેમના વખાણ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ માટે હવે સૌથી મોટી સમસ્યા છે કે ખર્ચો કરીને ઉમેદવાર ને જીતાડે અને પછી તેઓ ભાજપમાં જોડાય જાય.
- ભાજપે કોંગ્રેસના આદિવાસી મતોમાં પાડ્યું ગાબડું
- સૌથી વધુ 8 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે
- હમણાં જ ચૂંટણી નહી લડવાની કરી હતી જાહેરાત
- વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે
For more info follow netafy news.