વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપને કર્યા “રામ રામ”
આજે મધુ શ્રીવાસ્તવે મીડિયાની હાજરીમાં પોતાના સમર્થકો સાથે ભાજપનાં સભ્ય પદ પરથી ધરી દીધું રાજીનામુ.
તે કયા પક્ષમાંથી લડશે એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ કે કોઈ પણ સાથ આપે તેનો સહકાર લેવાની તેમણે તૈયારી બતાવી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ માટે ગતરોજ વડોદરા આવ્યા હતા,
પણ નારાજ ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો ન હતો.
ગુજરાત કોંગ્રેસ માટે આ તક સામે ચાલીને આવી છે. જો તક નો લાભ લઇ શકે તો વાઘોડિયા, પાદરા અને કરજણમાં ભાજપને બેઠક ઘુમાવવાનો વારો આવી શકે તેમ છે.