નાસાનું આર્ટેમિસ 1 મુન મિશન
આ મિશન દ્વારા ફરીથી નાસાએ ચંદ્રની ધરતી પર પગ માંડવાનું પગલું હાથ ધર્યું છે.
અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પરની ક્રિટિકલ પરીક્ષણ માટેની આ મિશનની ઓરિયન નામના અવકાશયાનની ફ્લાઇટ 16મી નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી.
અવકાશયાત્રીઓને ફરીથી ચંદ્રની સપાટી પર મોકલવા માટેનું નાસા એજન્સીનું આ સૌથી મોટું મિશન ગણાય છે. આ ઓરિઅન અવકાશયાન અવકાશયાત્રીઓ વિના જઈ રહ્યું છે, જે ત્યાંની તમામ પ્રાથમિક પ્રણાલીઓનું પરીક્ષણ કરશે. તે પછી 2024 માં આર્ટેમિસ 2ની સાથે જ અવકાશયાત્રીઓ જઈ શકશે.
આપણે તેની આજની અપડેટ પર નજર નાખીએ
આજે આર્ટેમિસ 1 મિશનની ફ્લાઇટનો છઠ્ઠો દિવસ છે. આજના સવારના અહેવાલ પ્રમાણે તે ચંદ્રની સપાટીથી માત્ર 80 માઈલ દૂર હતું.
જેના લાઈવ વ્યુ તેમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સ્લો-સ્કેન ટેલિવિઝન (SSTV અને STV) કેમેરાના ઉપયોગથી કરવામાં આવે છે.
આર્ટેમિસ 1ના ઓરિયન અવકાશયાનને છેલ્લે 21 નવેમ્બરે, સવારે 8:38 વાગ્યે EST (1338 GMT) આસપાસ ઇમેજ મોકલી હતી.
જેમાં તેણે ચંદ્ર પરના માનવ સ્પર્શી વિસ્તારમાં રહેલા એપોલો 11ની લેન્ડિંગ સાઇટથી ઇમેજ કેપ્ચર કરી હતી.
જેમાં તેણે તે સાઈટથી 1,384 સ્ટેચ્યુટ માઇલ (2,227 કિમી) ઉપર ઝૂમ કર્યું હતું.
પૃથ્વી પરથી તેની ઇમેજ નાસા દ્વારા લેવામાં આવી હતી. આ ઇમેજમાં આર્ટેમિસ 1નું ઓરિયન અવકાશયાન ચંદ્રની પાછળથી દેખાઈ આવ્યું હતું. ચંદ્રની પાછળથી બહાર આવ્યા પછીની ક્ષણોમાં ઓરિએન પૃથ્વીથી અમુક અંતર પણ દેખાયું હતું.
નાસાના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ ઓરિયન અવકાશયાને ચંદ્રની પાછળથી જ આવીને એન્જીન બર્ન કર્યું હતું.
આ એન્જીન બર્ન એટલે કે અવકાશમાં ઑક્સિજન વગર પણ એન્જીનનું લીકવીડ ઑક્સિજન વડે ચાલુ રહેવું તે. જે એન્જીન બર્નથી 5 p.m. EST સુધીમાં ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થવાનું હતું.