ભાજપ (BJP)દ્વારા કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ
ડભોઇ કોંગ્રેસ ઉમેદવાર પ્રચાર રેલીમાં પૈસા આપતા હોય એવો નજારો કેમેરાની નજરોમાં કેદ થવા પામ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનનાં પડઘમ સંભળાઈ રહ્યા છે.
ત્યારે ચૂંટણીમાં ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
ચૂંટણી નજીક આવતાં ઉમેદવારો જનતાના વોટ મેળવવા માટે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે.
આવા જ એક બનાવમાં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ પોતાની પ્રચાર રેલીમાં પૈસા વહેંચી રહ્યા હોય એવો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.
પ્રચાર રેલી દરમિયાન આવી રીતે પૈસા વહેંચવા ની બાબતે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
ભાજપ (BJP Netafy News) દ્વારા ચૂંટણી પંચને ડભોઇ બેઠકના ઉમેદવાર સામે આચારસંહિતાનો ભંગ કરવા નો આક્ષેપ લગાડવામાં આવ્યો છે.
ચૂંટણી પંચમાં બાલકૃષ્ણ પટેલ સામે પૈસા આપવા માટે ની ફરિયાદ દાખલ થઇ છે.
ભાજપના આક્ષેપ મુજબ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર એ જનતાને નાણાં દ્વારા લાલચ આપીને પોતાની તરફ વોટ ખેંચવાના પ્રયાસો કર્યા છે. જે ચૂંટણી પંચના નિયમો મુજબ આચાર સંહિતાનો ભંગ થયો તેમ માની શકાય છે.
આ અંગે કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા કોઈને પૈસા વહેચવામાં આવ્યા ન હતા.
ભાયલી પાસે જ્યારે મારી રેલી ગુજરી રહી હતી ત્યારે એક પાંચ વર્ષની બાળા દ્વારા મને હાર પહેરાવવામાં આવ્યો હતો.
અને હિન્દુ સંસ્કૃતિ મુજબ મે બાળાને શુકન પેટે પૈસા આપ્યા હતા. તે કોઈ મતદાર ન હતી. નાની બાળાને પૈસા આપી મે કોઈ ગુન્હો કર્યો નથી.