ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે
ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીની કમાન પોતાનાં હાથમાં સાંભળી લીધી છે
આજે પ્રધાનમંત્રીશ્રીએ વડોદરામાં હાજરી આપી હતી.
વડોદરાનાં નવલખી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી શ્રીની જાહેર સભા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
પ્રધાનમંત્રીશ્રીએ જાહેર સભામાં ઘણા મુદ્દાઓને આવરી ને ગુજરાતની જનતાને ઉલ્લેખ કરતા કહ્યું,
● ગુજરાતનો એક જ સંકલ્પ આપણું ગુજરાત, વિકસિત ગુજરાત.
● દેશના આગામી ૨૫ વર્ષ અમૃતકાળ સમાન છે અને તેમાં ગુજરાતનો ફાળો ખૂબ જ મહત્વનો છે.
● છેલ્લા બે દશકામાં જી.એસ. ડી. બી એક લાખ કરોડથી આજે ૧૭ લાખ કરોડ સુધી પહોંચ્યું છે.
● ગુજરાત માટેનું બજેટ જ્યાં 35 કરોડ હતું તે આજે અઢી લાખ કરોડનો આંકડો પાર કરી રહ્યું છે.
● ગુજરાત આજે ઓટો હબ, પેટ્રો હબ, ફાર્મા હબ, કેમિકલ હબ અને મેક ઇન ઇન્ડિયાનુ મહત્વનું મથક બની ગયું છે.
● ભારત ઇકોનોમી અને ઇકોલોજી બંને નું વ્યવસ્થાપન જળવાઈ રહે તે પ્રમાણે કાર્ય કરી રહ્યું છે.
● મિશન સ્કૂલ ઓફ એકસીલેન્સ દ્વારા હજારો સ્કૂલો અને સ્માર્ટ ક્લાસને મહત્વ અપાઇ રહ્યું છે.
● ભાજપના ૨૫ વર્ષ ના રોડ મેપ માં ગરીબો અને સામાન્ય માનવીનો સર્વાંગી વિકાસ થાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
● ભાજપ સરકાર એ કરોડો લોકો સુધી મફત વેક્સિન પહોંચાડી છે.
● 80 કરોડ લોકોને છેલ્લા અઢી વર્ષથી મફત અનાજ આપવામાં આવ્યું છે.
ભાષણનો અંત લાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરાના દરેક નાગરિકને અપીલ કરી કે –
આ વર્ષે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પહેલાના બધા જ રેકોર્ડ તોડી ને લોકોએ મતદાન કરવાનું છે.