ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, ત્યારે એક્ઝિટ પોલમાં કઈ પાર્ટી ને કેટલી બેઠકો મળશે તેનો સર્વે થઈ રહ્યો છે.
મતદાન નું પરિણામ આવતા પહેલા જ તેવા અનુમાન લગાડવામાં આવે છે કે, ભારતીય જનતા પાર્ટી પોતાના જ પાછલા બધા જ રેકોર્ડ તોડીને ૨૦૨૨માં પણ જીતનો પરચમ લહેરાવશે.
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે ભુપેન્દ્રભાઈને ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક વોટ મળવાની શક્યતા છે.
સર્વે મુજબ ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળશે.
જેમાં ભાજપને ૧૩૨ બેઠક મળી શકે છે.
આ જ અનુમાન કોંગ્રેસ માટે ૩૭ બેઠક અને આમ આદમી પાર્ટી માટે માત્ર ૭ બેઠકનું છે.
તારીખ 5 ડિસેમ્બર ના રોજ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થયું ત્યારે ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ગુજરાતના દરેક મતદાતાઓ નો આભાર માન્યો હતો.
સી.આર.પાટીલ એ પણ દાવો કર્યો હતો કે ૨૦૨૨માં પણ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે.
લોકોનો બીજેપી પ્રત્યે વિશ્વાસ ચોક્કસપણે વોટમાં પરિવર્તિત થશે જ.
સી.આર.પાટીલ એ આમ આદમી પાર્ટીના ૯૧ સીટ પર પોતાની જીત થવાના સપના પર ઠેકડી ઉડાવતા કહ્યું હતું કે “સરકાર બનાવવાના મુંગેરીલાલના હસીન સપના નહીં જોવાના”.
ગુજરાતમાં ઘણી જગ્યાએ ચૂંટણીના પરિણામ પહેલાં જ લોકોએ બીજેપી નો વિજય થયો છે તેમ વિશ્વાસ રાખી વિજયોલ્લાસ પણ શરૂ કરી દીધો છે.