કોરોનાનું જોખમ દિવસેને દિવસે વધતું જ જાય છે. ભારતના મોટાભાગના લોકોએ વેક્સિન બે ડોઝ અને ઉપરથી બુસ્ટર ડોઝ પણ લઇ લીધો છે.
એવામાં, ભારત સરકારે ભારત બાયોટેક કંપનીની નેઝલ વેક્સિન (nasal vaccine) એટલે કે નાકથી લેવાની રસીને મંજૂરી આપી દીધી છે.
આપણામાંથી ઘણા બધા લોકોને ઇંજેક્શન દ્વારા લેવામાં આવતી રસીની જાણકારી હશે. પરંતુ નેઝલ વેક્સિનથી ઘણાબધા લોકો અપિરિચિત હશે.
તો ચાલો, આપણે નેઝલ વેક્સિન નાની મોટી બાબતો વિષે જાણીએ.
ભારત બાયોટેકે દુનિયાની સૌથી પહેલી નેઝલ વેક્સિન બનાવી હતી. જેમાં તેઓએ અમેરિકાની વોશિંગ્ટન સાથે મળીને વેક્સિન બનાવી હતી. જેને iNCOVACC એવું નામ આપવામાં આવ્યું છે. આ વેક્સિનને હવે સરકારે મંજૂરી આપી દીધી હોવાથી દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળતી થઇ જશે.
iNCOVACCના ભાવ પણ નક્કી થઇ ગયા છે જે સરકારી હોસ્પિટલોમાં 325 રૂપિયામાં અને ખાનગી હોસ્પિટલોમાં 800 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જેના પર 5% GSTના અલગથી ચૂકવવા પડશે. હાલમાં આ વેક્સિનનો ઉપયોગ બુસ્ટર ડોઝ તરીકે જ કરવામાં આવશે. આમ, 18 વર્ષની ઉપરના વ્યક્તિઓને જ આ વેક્સિન આપવામાં આવશે.
જે લોકોએ બુસ્ટર ડોઝ ન લીધો હોય તેઓ cowin.gov.in સાઈટ પર જઈને નેઝલ વેક્સિનનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ વેક્સિન ઇંજેક્શન વડે નહીં પરંતુ નાકમાં ડ્રોપ નાખીને લેવામાં આવશે. ભારત બાયોટેકના જણાવ્યા પ્રમાણે iNCOVACCના બે ડોઝ આપવામાં આવશે. જેમાં દરેક ડોઝમાં 4-4 ડ્રોપલેટ આપવામાં આવશે.
ઘણા લોકોને એવું હશે કે નેઝલ વેક્સિન ઇંજેક્શન વેક્સિનથી અલગ છે તો શું તે એટલી અસરકારક હશે? આ વેક્સિનની મંજૂરી મેળવતા પહેલા ત્રણ ફેઝની ટ્રાયલમાંથી પસાર કરવામાં આવી છે. ત્રણેય તબક્કામાં ધીરે ધીરે વધુને વધુ લોકો પર આ વેક્સિનનું ટ્રાયલ કરવામાં કરવામાં આવ્યું. જેની લોકો પર સારી અસર થઇ હતી અને તેનાથી સંક્રમણનો ફેલાવો પણ અટકાવી શકાતો હતો.
ખભા પર ઇંજેક્શન દ્વારા આપવામાં આવતી વેક્સિનથી ફેફસામાં થતું સંક્રમણ અટકાવી શકાય છે. જયારે નેઝલ વેક્સિનથી નાકમાં જ કોરોના વાઇરસ સામે ઇમ્યુનીટી પ્રદાન કરે છે.