Menu Close

Bageshwar Dham સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી  અને શ્યામ માનવ વચ્ચેનો વિવાદ

છેલ્લા કેટલાક સમયથી બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને વિવાદ વકરતો જ જાય છે. જ્યારથી તેમને પેપર પર લખીને લોકોની સમસ્યા દૂર કરવાનો પરચો દેખાડ્યો ત્યારથી ચારેકોર ઊહાપોહ મચી ગયો છે. આ ચમત્કારને લઈને લોકો તેમના પર આંધળો વિશ્વાસ મૂકી રહ્યા છે. જયારે કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને પાખંડી જણાવી રહ્યા છે.

અંધશ્રદ્ધા નિર્મૂલન ઉન્મૂલન સમિતિનું આહવાન

ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના દુઃખ તે બતાવે તે પહેલા જ દૂર કરે છે. જેને અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિ કે જે શ્યામ માનવ ઢોંગ ગણાવે છે. શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રીને આવા ચમત્કાર દેખાડવા માટે ખુલ્લેઆમ પડકાર્યા છે. તેઓએ  બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારતા કહ્યું છે કે જો તેઓએ પોતાનો ચમત્કાર જ દેખાડવો હોય તો નાગપુરના મંચ પર આવીને દેખાડે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કરવામાં સફળ જશે તો તેઓને 30 લાખ રૂપિયાથી નવાજવામાં આવશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિને જવાબ

સંસ્થાપક શ્યામ માનવની આ ચેલેન્જનો સ્વીકાર કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગયા અઠવાડિયે હનુમાન મંદિરમાં પોતાનો દરબાર ભર્યો હતો. જ્યાં તેમણે કહ્યું હતું કે જો ચમત્કાર જોવો હોય તો અહીં આવીને જોઈ જાય.

જેના જવાબમાં અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિના ઉપાધ્યક્ષ શ્યામ માનવે તેમનો અસ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે ત્યાં તો તમારા જ લોકો હશે, તમારું જ મંચ હશે, જે તમે કહેશો તે જ થશે. આ ચેલેન્જ માત્ર અને માત્ર મહારાષ્ટ્રના નાગપુરમાં જ થશે, અને તે માત્ર 10 લોકોના સામે થશે. તેમની સામે જ ફેંસલો થશે.

શ્યામ માનવને મળી ધમકી

શ્યામ માનવની ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેના આ વાગ્બાણ દરમિયાન માનવ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે. હિંદુવાદી સંગઠનોએ શ્યામ માનવના પૂતળા સળગાવીને વિરોધ કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા શ્યામ માનવની સુરક્ષામાં અચાનક વધારો કરવામાં આવ્યો છે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *